VIDEO: Car parked in Mumbai's parking lot sinks into sinkhole in seconds
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • OMG! પલકારામાં જ કાર એવી ખાડામાં ખાબકી કે જોઇને રૂંવાડા થઇ જશે ઉભા – Video

OMG! પલકારામાં જ કાર એવી ખાડામાં ખાબકી કે જોઇને રૂંવાડા થઇ જશે ઉભા – Video

 | 5:41 pm IST
  • Share

મુંબઇના ઘાટકોપરમાં રહેણાંક સંકુલમાં પાર્કિંગની જગ્યામાં પાર્ક કરેલી એક કાર સેકંડમાં જ ખાડામાં ધસી ગઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી તે વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો હતો. આ વિચિત્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, કારનું બોનેટ અને ફ્રન્ટ વ્હીલ પહેલા ખાડામાં ડૂબતા નજરે પડે છે. આ પછી, કારનો પાછળનો ભાગ પણ તેમાં સમાઈ જાય છે આ રીતે આખી કાર ખાડામાં સમાઈ જાય છે.

ચોંકાવનારી ઘટના ઘાટકોપરના ત્રિભુવન મીઠાઇવાળાની પાછળ રામ નિવાસ હાઉસિંગ સોસાયટીની છે. વીડિયો વાયરલ થયા પછી, બીએમસીએ એક પ્રેસ નોટ દ્વારા સ્પષ્ટ કર્યું છે કે આ ઘટનાને બીએમસી સાથે કોઈ લેવાદેવા નથી કારણ કે આ જમીન સોસાયટીની છે અને આ વિસ્તાર આર.સી.સી. દ્વારા અડધા રસ્તે કૂવાને ઢાંકીને પાર્કિંગ માટે ઉપયોગમાં લેવામાં આવી રહી હતી, જેમા આજે ખાડો પડ્યો અને ત્યાં પાર્ક કરેલી કાર તેમાં ડૂબી ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન