Video of Aishwarya's unreleased films going viral on social media
  • Home
  • Entertainment
  • Bollywood
  • ઐશ્વર્યાની ક્યારેય રિલીઝ ન થયેલી ફિલ્મોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ

ઐશ્વર્યાની ક્યારેય રિલીઝ ન થયેલી ફિલ્મોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ

 | 6:32 pm IST

ઐશ્વર્યા રાય બચ્ચન હાલમાં ભલે ફિલ્મોથી દૂર હોય પરંતુ સોશિયલ મીડિયા દ્વારા તે પોતાના ફેન્સની નજીક રહે છે. લોકડાઉનમાં સેલેબ્સની સાથે સામાન્ય લોકો પણ સોશિયલ મીડિયા અને ટીવી અથવા ફિલ્મો દ્વારા પોતાનું મનોરંજન કરી રહ્યા છે. લોકડાઉનમાં ઐશ્વર્યારાય બચ્ચનનો એક જૂનો વીડિયો અચાનકથી વાયરલ થઇ રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે, વીડિયો તે ફિલ્મનો બતાવવામાં આવી રહ્યો છે જે ક્યારેય રિલીઝ જ થઇ નથી.

ખરેખર સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ઐશ્વર્યા રાય બચ્ચન ટ્રેડિશનલ લુકમાં નજર આવી રહી છે. તેણે પર્પલ રંગનો લહેંગો પહેર્યો છે. વીડિયોમાં ઐશ્વર્યા ડાન્સના સ્ટેપ સીખી રહી છે. રિપોર્ટસ અનુસાર વીડિયો 1997માં શૂટ કરવામાં આવેલી ફિલ્મ રાધેશ્યામ સીતારામનો છે. જોકે આ ફિલ્મ ક્યારેય રિલીઝ જ થઇ શકી નહી. ફિલ્મમાં ઐશ્વર્યા રાય સાથે સુનિલ શેટ્ટી પણ હતો.

આ વીડિયો એક ગીતના શૂટિંગ દરમિયાનનો છે. ઐશ્વર્યા રાયે પોતાના શાનદાર ફિલ્મી કરિયરમાં ગણી હીટ ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મમાં ઐશ્વર્યા રાય અને સુનીલ શેટ્ટી લીડ રોલમાં હતા. ત્યાં જ પરેશ રાવલ પણ આ ફિલ્મમાં લીડ રોલમાં હતા. જોકે આ ફિલ્મ પૂર્ણ થઇ શકી ન હતી આથી તેને બંધ કરવી પડી હતી.

તમને જણાવી દઇએ કે, તાજેતરમાં જ પીએમ મોદીની દીવા સળગાવો અપીલને પૂર્ણ કરતા ઐશ્વર્યાએ પણ ધરમાં દીવા સળગાવ્યા હતા. તેણે સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો શેર કરી હતી, જેમા તે પોતાના પતિ અને દીકરી સાથે મંદીરમાં ઉભી હતી.

આ વીડિયો પણ જુઓ : લોકડાઉન વધારવા અંગે કેન્દ્ર સરકાર નિર્ણય લેશે – DGP

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન