Video: Rahul Chahar Takes Running Catch On Boundary Against SL
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • Video: બાઉન્ડ્રી લાઇન પર રાહુલ ચહરે પકડયો જબરદસ્ત કેચ, ચારેકોર ચર્ચા, એમ્પાયર પણ જોઇ સ્તબ્ધ

Video: બાઉન્ડ્રી લાઇન પર રાહુલ ચહરે પકડયો જબરદસ્ત કેચ, ચારેકોર ચર્ચા, એમ્પાયર પણ જોઇ સ્તબ્ધ

 | 8:59 am IST
  • Share

કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકાની વચ્ચે ટી-20 સીરીઝની બીજી મેચ ચાલી રહી હતી. શ્રીલંકન ઇનિંગ્સની ત્રીજી ઓવરનો ચોથો બોલ ભુવનેશ્વરે ફેંકયો હતો. અવિષ્કા ફર્નાંડોએ પૂરી તાકત લગાવીને બોલને ક્લિફ કરી દીધો. હવે બોલ ઘણો ઉંચો ઉઠ્યા બાદ બાઉન્ડ્રીની બહાર જઇ રહ્યો હતો ત્યારે ફિલ્ડર રાહુલ ચહરે તેનો રસ્તો રોકી લીધો. એકદમ દૂરથી દોડીને રાહુલે ખૂબ જ ચાલાકીથી બોલને પકડ્યો અને બાઉન્ડ્રીની બહાર જવા લાગ્યો તો તેણે બોલને અંદરની તરફ ઉછાળ્યો. એટલું જ નહીં પાછા ફરીને બોલને પકડી પણ લીધો.

આ આખા ઘટનાક્રમને જોઇ ફિલ્ડ એમ્પાયર્સ પણ ચોંકી ગયા. થર્ડ એમ્પાયરે બે વખત તપાસ્યા બાદ અવિષ્કા ફર્નાંડોને આઉટ ગણાવ્યો. આ જ રીતે ભુવનેશ્વરના બોલ પર રાહુલ ચાહરે એક અદ્ભુત કેચ પકડયો. અવિષ્કાએ 13 બોલમાં બે ચોગ્ગાની મદદથી 11 રનની ઇંનિગ્સ રમ્યો. જ્યારે રાહુલે કેચ પકડ્યો તો ભારતીય ખેમાની ખુશી જોવા જેવી હતી.

આની પહેલાં બેટિંગ દરમ્યાન ભારતીય બેટસમેનને ઘણી મુશ્કેલી પડી હતી તેનો અંદાજો આ વાત પરથી લગાવી શકો છો કે આખી ઇનિંગ્સમાં માત્ર સાત ચોગ્ગા અને એક સિક્સર ફટકારી શકયા જ્યારે 42 ડૉટ બોલ નાંખ્યા. પિચને જોતા ભારતીય ટીમ પોતાના સ્કોરથી નાખુશ હશે. આ દરમ્યાન કેપ્ટન શિખર ધવને સાચવીને 42 બોલમાં 40 રન કર્યા. ભારે વરસાદના લીધે ધીમી આઉટફીલ્ડ પર ટકી રહેવું મુશ્કેલ થઇ રહ્યું હતું. પરંતુ દેવદત્ત પડિક્કલે 23 બોલમાં 29 રન બનાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન