Video: Tulja Bhavani Mata Temple in Patankuva at Dehgam District
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Video: આ મંદિરમાં નોકરી મળતા જ પહેલો પગાર માતાજીને અર્પણ કરવાની અતૂટ શ્રદ્ધા

Video: આ મંદિરમાં નોકરી મળતા જ પહેલો પગાર માતાજીને અર્પણ કરવાની અતૂટ શ્રદ્ધા

 | 9:43 am IST
  • Share

ગાંધીનગર જીલ્લાના દહેગામ તાલુકાના પાટણાકુવા ગામમાં શ્રી તુળજા ભવાની માતાજીનું ભવ્યાતિભવ્ય મંદિર આવેલુ છે. જે આશરે 400 વર્ષથી પણ જૂનું અને ઐતિહાસિક છે અને અહીં માતાજી સ્વયંભૂ પ્રગટ થયા છે. આ મંદિર પર લોકોની એટલી શ્રદ્ધા છે કે ગામના કોઈ પણ યુવાનને જો નોકરી મળે તો તેને માતાજીનો આશીર્વાદ માની પહેલો પગાર માતાજીને અર્પણ કરવામાં આવે છે.

તો આવો આપણે જઈએ પાટનાકુવા ગામ કે જ્યાં બિરાજે છે છત્રપતિ શિવાજીના કુળદેવી મા તુળજા ભવાની. છત્રપતિ શિવાજીની કુળદેવી માતા તુળજા ભવાની સ્થાપિત છે, જે આજે પણ મહારાષ્ટ્રના મુખ્ય શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે.

માન્યતા છે કે શિવાજીને તલવાર દેવી માતા એ પોતે પ્રદાન કરી હતી. હાલ આ તલવાર લંડનના સંગ્રહાલયમાં મુકેલી છે. માતા એ મહિષાસુરનો વધ કર્યો ત્યારબાદથી આ પ્રસંગ ‘વિજયાદશમી’ કહેવાયો અને માતાને ‘ત્વરિતા’ નામથી પણ ઓળખવામાં આવે છે, જેને મરાઠીમાં તુળજા ભવાની કહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન