Video: Vardayini Mata Palli in Rupal near Gandhinagar
  • Home
  • Featured
  • રૂપાલમાં વરદાયિની માતાની ધામધૂમથી પલ્લી નીકળી, ગામમાં ઘીની નદીઓ વહી

રૂપાલમાં વરદાયિની માતાની ધામધૂમથી પલ્લી નીકળી, ગામમાં ઘીની નદીઓ વહી

 | 2:06 pm IST
  • Share

  • રૂપાલની પલ્લીમાં ગ્રામજનોએ ભારે આસ્થા અને ઉમંગ ભેર ભાગ લઇ ઉજવણી કરી

  • રૂપાલની પલ્લીને ગામમાંથી પસાર થતાં જ સમગ્ર ગામ ભક્તિમય બની ગયું હતું

  • માતાજીની પલ્લી પર લાખો લિટર ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો

રૂપાલ વરદાયીની માતાજીની નોમની રાત્રે નીકળતી પલ્લી યાત્રા પુર્વે ગ્રામજનોએ વર્ષોથી ચાલી આવતી શિવશક્તિની ઉપાસના અને અંબાજી માતાજીની પાલખી યાત્રાની ધાર્મિક વિધી કરી હતી. રૂપાલની પલ્લીમાં ગ્રામજનોએ ભારે આસ્થા અને ઉમંગ ભેર ભાગ લઇ ઉજવણી કરી હતી.

રૂપાલની પલ્લીને ગામમાંથી પસાર થતાં જ સમગ્ર ગામ ભક્તિમય બની ગયું હતું. સૌ કોઈ લોકો પોતાની માનતા પૂર્ણ કરવા ઘીનો અભિષેક કરવા આવી પહોંચ્યા હતા. માતાજીની પલ્લી પર લાખો લિટર ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો અને ઘીની જાણે રીતસરની નદીઓ વહેવા લાગી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. મહત્ત્વનું છે કે લાખો લિટર ઘી માત્ર વાલ્મીકિ સમાજના લોકો જ એકઠું કરી શકે છે. પલ્લી સમયે ઘીનો અભિષેક થાય એ સમયે લોકો ઘીથી તરબોળ થઈ ગયા હતા. પરંતુ આ ઘીનો એક દાગ પણ કપડાં પર રહેતો નથી.

ઉલ્લેખનીય છેકે, રૂપાલમાં મહાભારતકાળથી નોમની રાત્રીએ વરદાયીની માતાજીની પલ્લી નીકળે છે. પલ્લીયાત્રા દેશદેશાવરમાં પ્રચલિત છે. લાખો કરોડો માઇભક્તો પલ્લીયાત્રામાં પ્રત્યક્ષ અને આજના ટેકનોલોજીયુગમાં પરોક્ષ રીતે જોડાય છે. પલ્લીયાત્રા સાથે કેટલીક ધાર્મિક પરંપરા પણ જોડાયેલી છે. જેમાં પલ્લી બનાવવાનો પ્રારંભ થાય તે પુર્વે અંબાજી માતા અને વરદાયીની માતાને મેળવવાની પણ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આ પરંપરા પ્રમાણે ગ્રામજનો નોમના દિવસે બપોરના સમયે ગામના વચલાચોકારીના રાજવાસમાંથી અંબાજી માતાની પાલખી કાઢે છે. જે પાલખીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાય છે. પાલખીયાત્રા ટીંબાવાળા વાસમાં રોકાય છે. જ્યાં શુકલ પરિવાર દ્વારા શિવશક્તિની ઉપાસના અને આરાધના કરવામાં આવે છે. આજે પણ આ પરંપરા જાળવવામાં આવી હતી. અંબાજી માતાની પાલખી ધામધુમપુર્વક કાઢવામાં આવ્યો હતો. જે ટીંબાવાળા વાસમાં પહોંચ્યા બાદ ઉપાસના કરવામાં આવી હતી. ત્યારબાદ માતાજીની પાલખી પલ્લીના રૂટ પરથી ગામના વિવિધ વિસ્તારોમાં ફરી વરદાયીની માતાજીના મંદિરે પહોંચી હતી. લોકવાયક પ્રમાણે આ પરંપરા પુર્ણ થયા બાદ અંબાજી માતાજીનો અષ્ટમીનો હવન પુર્ણ થાય અને વરદાયીના માતાજીનો નોમનો હવન શરૂ થાય.

જૂની પલ્લી ખંડિત કરી તેના કાષ્ટનો ઉપયોગ હવનમાં કરાય છે

દર વર્ષે ખીજડાના લાકડામાંથી નવી પલ્લી બનાવવામાં આવે છે. આ પલ્લી સમગ્ર વર્ષ દરમિયાન માતાજીના મંદિરમાં માઇભક્તોના દર્શનાર્થે મુકવામાં આવે છે. હવન પુર્ણ થયા બાદ મોડીરાત્રે ધામધુમપુર્વક ગામના નિયત કરેલા રૂટ પરથી પલ્લીયાત્રા નિકળે છે. રાત્રિના બાર વાગ્યે પલ્લી નીકળી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો