જૂનાગઢના માળીયા હાટીમાં 2 સિંહબાળના મોત થયા છે,કુકસવાડામાં ખુલ્લા કૂવામાં પડતા સિંહબાળના મોત થયા હોવાની વાત સામે આવી છે,4 થી 5 મહિનાના સિંહબાળનું કૂવામાં પડતા મોત થતા ગ્રામજનોમાં પણ દુખની લાગણી જોવા મળી છે,તો જૂનાગઢમાં ખુલ્લા કૂવો સિંહબાળ માટે બન્યા મોતના કૂવા સમાન,સિંહબાળના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે.
ખુલ્લા કુવામાં સિંહ ખાબકવાની બને છે વારંવાર ઘટના
તાજેતરમાં જ વિધાનસભાના સત્રમાં સિંહનો મોતનો ચોકાવનારો આંકડો સામે આવ્યો છે. જેમાં વર્ષ 2024માં સૌથી વધુ 165 સિંહના મોત થયા છે. સિંહ બાળના મોતના બનાવ અંગે વનતંત્ર દ્વારા ઢાંકપિછોડો કર્યો હતો. ગત 9 માર્ચના બનેલી ઘટના અંગે હવે ખુલાસો કર્યો છે. ગીર પશ્ચિમના ડી.સી.એફ પ્રશાંત તોમરે આ વાતને સમર્થન આપ્યું છે. આ પંથકમાં થોડા સમય પહેલા એક સાથે ત્રણ સિંહના વીજ કરંટથી મોત થયા હતા. વિધાનસભામાં વન મંત્રીએ શિકારની ઘટના બંધ થઈ ગઈ હોવાની વાત કરી હતી પરંતુ વીજ કરંટ, ખુલ્લા કુવા સિંહો માટે સૌથી વધુ જોખમી બની રહ્યા છે.









