વડોદરામાં ભાજપના પૂર્વ નગરસેવકના પુત્ર તપનની હત્યા કેસના મામલે પોલીસને મોટી સફળતા મળી છે. વડોદરામાં તપન હત્યા કેસમાં પોલીસે વધુ 2 લોકોની ધરપકડ કરી છે. પોલીસે મહેબૂબ પઠાણ, સલમાન ઉર્ફે સોનુની ધરપકડ કરી છે. SOGએ આજવા ચોકડીથી બંને આરોપીને ઝડપ્યા છે.


[[$googlead]]

હિસ્ટ્રીશીટર બાબરનું એન્કાઉન્ટર થવું જોઈએ: ભાવિક અમીન

તમને જણાવી દઈએ કે મહેબૂબ પઠાણ સામે 15થી વધુ ગુના દાખલ છે અને આ હત્યા કેસમાં અત્યાર સુધી ધરપકડનો આંકડો 8 પર પહોંચ્યો છે અને હજુ પણ એક આરોપી પોલીસપકડથી દૂર હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે વડોદરા પૂર્વ નગરસેવકના પુત્રની હત્યાના કેસ મામલે કોંગ્રેસ પ્રવક્તા ભાવિક અમીને પોસ્ટ કરી છે કે હિસ્ટ્રીશીટર બાબરનું એન્કાઉન્ટર થવું જોઈએ. ધર્મના નામે લોકોને ગુમરાહ કરનારાનો ખરાબ અંજામ હોય છે. ધર્મના નામે બીજાના સંતાનોની આહુતિઓ અપાઈ છે. આ હત્યા પાછળ વહીવટદાર જવાબદાર છે. કારેલીબાગ પોલીસ સ્ટેશનનો વહીવટદાર જવાબદાર છે.

[[$alsoread]]

પોલીસની નિષ્ફળતા સામે હવે નેતાઓના મોઢા ખૂલ્યા

ત્યારે વડોદરામાં આ હત્યા કેસ બાદ પોલીસની નિષ્ફળતા સામે હવે નેતાઓના મોઢા ખૂલ્યા છે. વિધાનસભા દંડક બાલકૃષ્ણ શુક્લનું મોટું નિવેદન સામે આવ્યુ છે. તેમને કહ્યું કે રાજ્યમાં જ્યાં પણ દબાણો હોય તે તૂટવા જોઈએ. દબાણો મુદ્દે કોઈ શહેશરમ ના રાખવી જોઈએ. બાબરનું ઘર દબાણમાં છે કે નહીં તે પાલિકાનો વિષય છે પણ સરકાર આરોપી સામે કાર્યવાહી કરવા કટિબદ્ધ છે. હત્યાના આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાશે.

માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું નિવેદન

બીજી તરફ માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે આ ખૂબ ગંભીર પ્રકારની ઘટના છે. 6 વર્ષ પહેલા મેં સરકારને પત્ર લખ્યો હતો. વડોદરા અને ગુજરાતમાં પોલીસની ઘટનાનો પત્ર લખ્યો હતો. પોલીસની ઘટ હોવાથી ગુનેગારો બેફામ બન્યા છે. ત્યારે સરકાર પોલીસ જવાનોની ભરતી કરે તેવું જણાવ્યું હતું. 

  • Follow us on: