ગાય ચરાવવા માટેના ગોચરની 1૦૦ કરોડની કિંમતની જમીનનો ભાવ ઇરાદાપૂર્વક ઓછો આંકવામાં આવ્યો હતો. સરકારના નિયમ મુજબ ગોચરની જમીનનો ઉપયોગ કોઈ ખાનગી હેતુ માટે કરી શકાતો નથી. તેમ છતાં સુરત જિલ્લાના પુણા તાલુકાના મગોબ ગામમાં કિંમતી જમીન માત્ર 24.31 કરોડ રૂપિયામાં વેચાઈ હતી. જમીનના સોદા માટે રૂ. 1.7૦ કરોડના સ્ટેમ્પ ડ્યુટી દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા અને આ માટે ચૂકવણી કરવામાં આવી હતી. સૂત્રોનો દાવો છે કે જમીન કૌભાંડ માટે બે અધિકારીઓને પાંચ કરોડ રૂપિયાથી વધુની લાંચની ઓફર કરાઈ હશે.


[[$googlead]]

સરકારી તિજોરીને ભારે નુકસાન

સરકારી અધિકારીઓની સંડોવણી વિના શક્ય ન હોય તેવા આ યોજનાપુર્વકના કૌભાંડને પાર પાડવા જમીનનો હેતુ, જમીનની કિંમત, બનાવટી દસ્તાવેજોમાં ચેડાં કરીને ઓછી કિંમતની સ્ટેમ્પ ડ્યુટી ભરવામાં આવી હતી. જેના કારણે સરકારી તિજોરીને મોટું નુકસાન થયું હતું.

[[$alsoread]]

સુરતનું આ ગોચરની જમીન કૌભાંડ ભાજપના જમીનને લગતા કૌભાંડોની લાંબી યાદીમાં તાજેતરનું છે. ગુજરાતના સુરતમાં જમીનની કિંમત આસામાનને આંબી રહી છે પરંતુ બોગસ રિપોર્ટ અને સરકારી અધિકારીઓની ભૂમાફિયાઓ સાથેની મિલીભગતના કારણે સરકારી તિજોરીને ભારે નુકસાન થઈ રહ્યું છે.

સુરત ગૌચર જમીન કૌભાંડ કેસ, 2 અધિકારીની તાત્કાલિક બદલી કરાઈ

સુરત ગૌચર જમીન કૌભાંડ કેસમાં 2 અધિકારીની તાત્કાલિક બદલી કરાઈ છે. સુરત, અમદાવાદના નોંધણી નિરિક્ષકની બદલી કરવામાં આવી છે. એસ.જે.કળથીયાની બનાસકાંઠામાં બદલી કરાઈ છે તો સંદીપ રબારીની કચ્છમાં બદલી કરાઈ છે.


  • Follow us on: