હળવદમાં દેશી દારૂના મુદામાલ સાથે બંદુક પણ મળી આવતા બે શખ્સોએ ઝડપી પાડી, હળવદ પોલીસની ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની ટીમે હાથ ધરી તપાસ
હળવદ પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ચુપણી ગામની સીમમાં વશરામભાઈ કોળીને ત્યાં દેશી દારૂની રેડ કરતા ત્યાંથી દેશી દારૂ બનાવવાના 200 લીટરના 18 બેરલમાં 3600 લીટર આથો કીમત રૂ.90,000 તથા બે 50 લીટરના કેરબા દેશી દારૂ 100 લીટર કીમત રૂ.20,000 તથા એક દેશી હાથ બનાવટની બે બેરલ વાળી બંદુક કીમત રૂ.5000 સાથે વશરામભાઈ કોળી અને પત્ની દીપુબેનને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસે આરોપી પાસેથી કબજે કરી બંદૂક
થોડા દિવસ પહેલા હળવદ તાલુકાના નવા સાપકડા ગામ નજીકથી હળવદ પોલીસની સર્વેલન્સ ટીમને મળેલ પૂર્વ બાતમીને આધારે દરોડો પાડી એક શખ્સને દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે પકડી લીધી હતી. પોલીસે આરોપી પાસેથી દેશી હાથ બનાવટની લોખંડની મેગ્જીનવાળી બંદૂક કબજે કરી તેની વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









