ભાવનગરમાં હોસ્ટેલમાં રેંગિગ ફરિયાદ બાદ મેડિકલ કોલેજના વિધાર્થીઓ ફરાર થયા છે,જેમા ફરાર વિદ્યાર્થીઓને હાજર થવા ડીને ફરમાન કર્યુ છે,વિદ્યાર્થીઓ હાજર ન થાય તો કરાશે કડક કાર્યવાહી તેવી પણ ચિમકી ડીને ઉચ્ચારી છે,તો 10 વિદ્યાર્થીઓ સામે નોંધાઈ છે પોલીસ ફરિયાદ આ શનિવારે ફરી વખત એન્ટી રેગિંગ કમિટીની બેઠક મળશે અને તેમાં કોઈ નિર્ણય આવી શકે છે.
ઍન્ટી રેગિંગ કમિટી કરી રહી છે તપાસ
ભાવનગર મેડીકલ કોલેજમા યુ.જી.મા અભ્યાસ કરનારા ત્રણ છાત્રોને ઢોર માર મારીને રેગિંગ કરનારા અન્ય ચાર મેડીકલના વિદ્યાર્થીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો ભાવનગર મેડીકલ કોલેજની ઍન્ટી રેગિંગ કમિટીએ નિર્ણય કરતા શિક્ષણ જગતમાં હલચલ મચી જવા પામી છે, ભાવનગર મેડીકલ કોલેજની ઍન્ટી રેગિંગ કમિટીના રેગીંગ કરનારા ચાર છાત્રોને ઈન્ટર્નશીપ કમ્પલીશન સર્ટિફિકેટ નહી આપવા અને તેના બીજા ડિગ્રી સર્ટિફિકેટને પણ જપ્ત કરવાના નિર્ણયને પગલે મેડીકલ છાત્રો હડકંપ મચી ગયો છે.
પિયુષ ચૌહાણને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાયો
આ અંગે ભાવનગર મેડીકલ કોલેજના ડીન ડૉ. સુશીલકુમાર ઝાએ જણાવ્યુ હતુ કે, ભાવનગર મેડીકલ કોલેજના આકાશ કરથિયા, ઈશાન કોટક અને અમન જોષી સહિતના ત્રણ છાત્ર સાથે રેગિંગ થયાની ઘટના સામે આવ્યા બાદ મેડીકલ કોલેજ પ્રશાસને તત્કાલ પ્રભાવથી ઍન્ટી રેગીંગ કમિટીની અગત્યની બેઠક આજે શનિવારના બપોરના બોલાવી હતી. દોઢ કલાક ચાલેલી ઍન્ટી રેગિંગ કમિટીની બેઠકમા ૧૧ સભ્યોએ હાજર રહ્યા હતા.ઍન્ટી રેગીગ કમિટીની બેઠકમા મેડીકલ કોલેજના એમીબીબીએસ ઈન્ટર્નશીપ કરનારા નરેન ચૌધરી, મિલન કાકલોતર, મન પટેલ અને પિયુષ ચૌહાણને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાયો છે.









