ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ઉત્તર ભારતના મેદાની વિસ્તારો છેલ્લા પાંચ દિવસથી તીવ્ર ગરમીની ચપેટમાં આવ્યા છે ત્યારે હવામાન વિભાગે ગરમીને લઇને રાહત મળે તેવી કોઇ શક્યતા વ્યક્ત કરી નથી. દેશમાં કાળઝાળ ગરમી વચ્ચે લોકો ગરમીથી પરેશાન થયા છે. હવામાન વિભાગ દ્વારા દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તેરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 7 રાજ્યના 23 સ્થળો પર તાપમાનનો પારો 45 ડિગ્રીથી વધી શકે છે. રાજસ્થાનમાં હીટવેવના કારણે 10 લોકોના મોત નિપજ્યાં છે. રાજસ્થાનના ફલોદીમાં તાપમાનનો પારો 49 ડિગ્રીએ પહોંચ્યો છે. આ ઉપરાંત બાડમેરમાં સતત ત્રીજા દિવસે 48 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે.


[[$googlead]]

બીજી તરફ વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા કેરળમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બંગાળની ખાડીમાં વાવાઝોડનો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાનના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળમાં ચક્રવાતના કારણે ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.

[[$alsoread]]
  • Follow us on: