રાજ્યમાં દરરોજ કોઈના કોઈ વિસ્તારમાંથી ગેરકાયદે ખનીજ ચોરી કરતા લોકો પકડાઈ રહ્યા છે. ત્યારે ચોટીલામાં પણ ગેરકાયદેસર ખનીજની હેરફેર કરતા 5 ડમ્પર ઝડપાયા છે. જાની વડલા, આપાગીગાના ઓટલા તેમજ હાઈવે પરથી 5 ડમ્પર પકડવામાં આવ્યા છે. રૂપિયા 1 કરોડ 20 લાખના વાહન પ્રાંત અધિકારી દ્વારા પકડવામાં આવ્યા છે.


[[$googlead]]

ટ્રક અને ડમ્પરની નંબર પ્લેટો સાથે છેડછાડ કરાઈ

પકડાયેલા ડ્રાઈવર પાસે મળેલા મોબાઈલમાં પ્રાંત અધિકારી તેમજ ખનીજ વિભાગના અધિકારી ક્યાં છે, તેની માહિતી આપતાં ઓડિયો રેકોડિઁગ જોવા મળ્યા છે. આ સાથે જ ટ્રક અને ડમ્પરના નંબર પ્લેટો સાથે પણ છેડછાડ કરી હોય તેવું પણ પકડાયેલા વાહનોમાં જોવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ રાજ્યભરમાંથી કરોડો રૂપિયાનો મુદ્દામાલ ખનીજ ચોરી કરનારા તત્વો પાસેથી જપ્ત કરી લેવામાં આવ્યો છે અને કાર્યવાહી કરવામાં આવી છે.

[[$alsoread]]

રાજકોટમાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી

થોડા દિવસ પહેલા રાજકોટથી કુવાડવાથી બામણબોર હાઈવે ઉપર ખાણ ખનીજ વિભાગ ત્રાટકયું હતું. હાઈવે રોડ ઉપર રેતી અને કપચી ભરેલા ડમ્પર જપ્ત કરીને ખનીજ વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં 4 ડમ્પરને રેતી અને કપચી ભરેલી હાલતમાં ડિટેઈન કરાયા હતા. એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ડીટેન કરેલા મુદ્દામાલને રાખવામાં આવ્યો છે. 

  • Follow us on: