ભાવનગર શહેરમાં ભર ઉનાળે વીજ કાપ મૂકાયો છે,જેમાં ભાવનગરમાં 6 દિવસ સુધી 5 કલાક વીજકાપ રહેશે સાથે સાથે સમર્પણ ફીડરમાં સવારે 6થી 11 વાગ્યા સુધી વીજકાપ રહેશે તો કાળીયાબીડ, સાગવાડી, શિવ પાર્ક,અવધનગર,સંસ્કાર મંડળ ફીડર, ગુરુકુળ ફીડર વિસ્તારમાં વીજકાપ રહેશે,સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યકત કર્યો છે.


[[$googlead]]

ભાવનગરમાં આવતીકાલે આ વિસ્તારમાં વીજ પુરવઠો નહી મળે

વાલ્કેટ ગેઇટ સબ સ્ટેશનના ફેરી બંદર ફીડર હેઠળના કૃષ્ણ વે બ્રિજ, વૈશાલી સિનેમા, મારૂ પેટ્રોલ પંપ, જૂના બંદર રોડ, ગૌશાળા તેમજ આજુબાજુના વિસ્તારમાં સવારના 6 વાગ્યાથી સવારના 11 વાગ્યા દરમિયાન વીજ પુરવઠો મળશે નહી. તા.22 એપ્રિલને મંગળવારે વાલ્કેટ ગેઇટ સબ સ્ટેશનના પોર્ટે કોલોની ફીડર હેઠળના પોર્ટ કોલોની, ડાયા પોચાની લાતી, ભાવનગર ફીડસ, રીના ટાઇલ્સ, જીએમબી ક્વાર્ટર્સ, રાજા સ્લેટ તેમજ આજુબાજુના વિસ્તારમાં સવારના 6 વાગ્યાથી સવારના 11 વાગ્યા દરમિયાન વીજ પુરવઠો મળશે નહી.  

[[$alsoread]]

  • Follow us on: