સુરતમાં 6 વર્ષની બાળકી સાથે છેડતી થઈ હોવાની વાત સામે આવી છે જેમાં લોટ લેવા ગયેલ બાળકી સાથે દુકાનદારે છેડતી કરી હતી અને દુકાનદારે છેડતી બાદ બાળકીને ધમકી આપી હતી કે કોઈને આ વાતની જાણકારી આપતી નહી, પરંતુ બાળકીએ સમગ્ર હકીકત માતાને જણાવી હતી અને પોલીસે છેડતીખોર અજીત અગ્રહરીની ધરપકડ કરી છે.


[[$googlead]]

પોલીસે આરોપીની ધરપકડ કરી

આ નરાધમના અશ્લીલ વર્તનથી બાળકી એટલી ભયભીત થઇ ગઈ હતી કે ત્યાંથી તરત ઘર પર પાછી દોડી આવી હતી. જ્યાં તેણે આ ઘટના પોતાની માતાને જણાવ્યું હતું. પુત્રીની આપવીતી સાંભળી માતા પણ સ્તબ્ધ રહી ગઈ હતી. આ અંગે તાત્કાલિક ઘબરાયેલા માતા પિતાએ ભેસ્તાન પોલીસ મથકે દોડી જઈને આરોપી વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસની દિશામાં કાર્યવાહી શરૂ કરી હતી.

[[$alsoread]]

  • Follow us on: