સુરતના ડીંડોલી વિસ્તારમાં લિફ્ટ ખોટકાવવાની ઘટના સામે આવી છે. ડીંડોલી વિસ્તારમાં લિફ્ટમાં ખોટકાવવાના કારણે 7 યુવતીઓ ફસાઈ ગઈ હતી. ડીંડોલી વિસ્તારની સ્વસ્તિક સોસાયટીમાં રાત્રે બિલ્ડીંગની યુવતીઓ લિફ્ટમાં ફસાઈ હતી. યુવતીઓ ફસાતા ગભરાઈ ગઈ હતી અને ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા તાત્કાલિક ધોરણે ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ યુવતીઓનું રેસ્ક્યું કર્યુ હતું.


[[$googlead]]

સુરતના પાંડેસરામાં કરંટ લાગતા યુવકનું મોત

બીજી તરફ સુરતના પાંડેસરામાં કરંટ લાગતા એક યુવકનું મોત થયું છે. ગોળદર એસએમસી આવાસમાં આ ઘટના બની હતી. ઘર પર આવેલી ટાંકીમાં પાણી ભરવા જતા કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા યુવક પાણીની ટાંકીમાં પડ્યો હતો. ત્યારબદા યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો પણ હોસ્પિટલમાં હાજર તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. આ મામલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

[[$alsoread]]

  • Follow us on: