સુરતમાં કેનેડાના વિઝા અપાવવાના બહાને રૂપિયા 96 લાખની છેતરપિંડી થઈ હોવાની વાત સામે આવી છે,વડોદરાની 2 યુવતી પાસેથી રૂ. 96 લાખ પડાવ્યા હોવાની વાત સામે આવી છે,પોલીસે આરોપી મુકેશ મેંદપરાને અમદાવાદથી ઝડપ્યો છે અને મુકેશ મેંદપરા અગાઉ 3 ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે,તો સરથાણા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
આરોપીએ અગાઉ પણ છેતરપિંડી કરી હતી
સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા યુવક સાથે વિઝા કરાવી આપવાના બહાને 96 લાખ રૂપિયા ઠગ ટોળકી દ્વારા પડાવી લેવામાં આવ્યા હતા. છેતરપિંડી કરવાના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડી સંગઠિત ક્રાઈમની બીએનએસની કલમ 111(3)(4)નો ઉમેરો કરી દાખલા રૂપ કાર્યવાહી કરી છે. મહત્ત્વનું છે, કે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના સીધા માર્ગદર્શન હેઠળ સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.બી.ઝાલાએ કોર્ટ મારફત આ કલમોનો ઉમેરો કર્યો છે.આરોપીને ઝડપી પાડ્યા બાદ ખુલાસો પણ થયો હતો કે, આ તમામ આરોપીઓ વિરુદ્ધ સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદો દાખલ થઈ હતી અને તેમા પણ ફરાર હતા.









