આણંદમાં લવ જેહાદનો કિસ્સો આવ્યો સામે છે જેમાં વિધર્મી યુવકે હિંદુ નામ ધારણ કરી યુવતીને ફસાવી અને દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે.વિધર્મી યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને નામ બદલી દુષ્કર્મ આચર્યુ છે,વિધર્મીએ મકસુદ રાણામાંથી મુકેશ નામ ધારણ કર્યુ છે જેમાં ફોટો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યુ છે,તો પોલીસે વિધર્મી મકસુદ રાણાને ઝડપી પાડયો છે અને તપાસ હાથધરી છે.
હિંદુ નામ ધારણ કર્યુ
સોશિયલ મીડિયામાં કયારેક અજાણ્યા વ્યકિત સાથે થયેલી મિત્રતા ભારે પડતી હોય છે આવો જ એક કિસ્સો આણંદમાં આવ્યો છે જેમાં વિધર્મી યુવકે મુકેશ નામ ધારણ કરીને હિંદુ યુવતીને ફસાવી છે આ સમગ્ર ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી છે અને આરોપીનો ફોન તપાસ અર્થે મોકલ્યો છે,યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકી આ વિધર્મી આપતો હોવાની વાત સામે આવી છે.યુવતી ડરી ગઈ હોવાથી તેણે પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી અને પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે.
જાણો શું છે લવ જેહાદ કાયદો
કાયદાની જોગવાઇનો ભંગ કરનારને ઓછામાં ઓછા 3 વર્ષ અને મહત્તમ 5 વર્ષ સુધીની કેદ તથા ઓછામાં ઓછા 2 લાખનો દંડ થશે. જ્યારે સગીર, મહિલા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની વ્યક્તિ સાથે સંબંધના કેસમાં 4થી 7 વર્ષ સુધીની કેદ અને 3 લાખ રૂપિયાનો દંડ થશે.લવ-જેહાદના કિસ્સામાં કેટલીક વ્યક્તિઓ ગુનો કરવામાં મદદગારી કરનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને પગલાં લેવામાં આવશે. કેટલાક કિસ્સામાં બિનજામીનપાત્ર ગુનો પણ બનશે. આ માટેની તપાસ નાયબ પોલીસ અધીક્ષકથી ઊતરતા દરજ્જાના હોય તેવા અધિકારી કરી શકશે નહીં, એવી જોગવાઈ પણ વિશેષ રીતે કરવામાં આવી છે.









