અરવલ્લી જિલ્લામાં ફરી એકવાર અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. મહિસાગર જિલ્લાના ખાનપુરની મહિલા અંધશ્રદ્ધાનો ભોગ બની છે. માલપુર તાલુકાના પીપરાણા ગામે ભુવા પાસે લઈ જતાં તબિયત લથડ્યાનો આક્ષેપ મહિલા દ્વારા કરવામાં આવ્યો છે.
મહિલા હાલ ખાનગી હોસ્પિટલમાં ICUમાં દાખલ
પરિવારજનો જણાવ્યું કે ભુવાએ મહિલાને આકળાના મુળિયા પીવડાવ્યા અને ત્યારબાદ તબિયત લથડી હતી. ત્યારબાદ મહિલાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ICUમાં દાખલ કરવામાં આવી હતી, જેમાં 28 વર્ષીય પિન્કી બેન રાવળ અંધશ્રદ્ધાનો શિકાર બન્યા હતા અને પોતાનો જીવ ગુમાવ્યો છે.
અંધશ્રદ્ધાએ લીધો પરિણીતાનો ભોગ
તમને જણાવી દઈએ કે પરિણીતાને દુખાવાની ફરિયાદ હતી અને બીમાર હતા, ત્યારે તેમના સગા દ્વારા માલપુર તાલુકાના પીપરાણા ગામના ભુવાજી પાસે લઈ જવાનું કહેવામાં આવતા પરિવાર પરિણીતાને પીપરાણા લઈ ગયો હતો અને ભુવાજીએ આંકડિયાના મૂળ પીવડાવતા પરિણીતાની તબિયત બગડી અને તે બેહોશ થઈ ગઈ હતી. જો કે ત્યારબાદ પરિણીતાને જુદા જુદા દવાખાને લઇ જવામાં આવી મોડાસા, બરોડા અને અંતે અમદાવાદ ખાતે લઇ ગયા પરંતુ પરિણીતાનો જીવ બચી શક્યો નહીં.
અરવલ્લીના માલપુર તાલુકાના પીપરાણા ગામે બાબુ ભુવાજીને ત્યાં લઈ ગયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. 9 ઓક્ટોબરે પરિવાર પરિણીતાને ભુવાજી પાસે લઈ ગયો હતો અને ભુવાજીએ લીંબુ અને વાળ દબાવવા માટે આપેલા ત્યારબાદ આંકડિયાનું મૂળ પીવડાવ્યું હતું. અંધશ્રદ્ધા નાબૂદી માટે કાયદો લાવ્યા પછી પણ લોકો અંધશ્રદ્ધાનો ભોગ બની રહ્યા છે.









