સુરતમાંથી વધુ એક વખત કુટણખાનુ ઝડપાયું છે. શહેરના વડોદ ગામના આવાસમાંથી કુટણખાનું ઝડપી પાડવામાં આવ્યું છે. પાંડેસરા પોલીસે આ અંગે મોટી કાર્યવાહી કરી છે. પાંડેસરા પોલીસે કુટણખાનામાંથી 7 મહિલાઓને મુક્ત કરાવી છે. આ ઉપરાંત કુટણખાનુ ચલાવતા 3 સંચાલક સહિત 5 ગ્રાહકોને પોલીસે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ છેલ્લા 6 મહિનાથી કુટણખાનુ આ વિસ્તારમાં ચાલી રહ્યું હતું. અગાઉ પણ પોલીસને કુટણખાનુ ચાલી રહ્યું છે એવી વાતની બાતમી મળી હતી.
છેલ્લા છ મહિનાથી ચાલી રહ્યું હતું કૂટણખાનું
જો કે ત્યારબાદ પોલીસ જ્યારે પણ આ જગ્યા પર પહોંચતી હતી, ત્યારે તમામ લોકો ત્યાંથી ફરાર થઈ જતા હતા. કારણ કે વડોદ ગામનું આવાસ એક બીજા બિલ્ડીંગથી જોડાયેલું છે. પરંતુ આ વખતે પોલીસે ઘેરા બંધી કરીને કુટણખાનું ઝડપી પાડ્યું છે. હાલમાં પોલીસે કુટણખાનુ ચલાવતા ચાર પૈકી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે હાલ એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ થોડા દિવસ પહેલા જ સુરતના કામરેજમાંથી કુટણખાનુ ઝડપાયું હતું. ઉમા કોમ્પલેક્ષમાં દુકાનમાં કૂટણખાનુ ચાલતું હતું. પોલીસે બે ઈસમો તેમજ એક ગ્રાહકને ઝડપ્યો હતો. પોલીસે કૂટણખાનામાંથી ચાર મહિલાને મુક્ત કરાવી હતી.









