અંકલેશ્વર નજીક બે બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો,ST બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો તો,બસમાં સવાર 16 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા,ખાનગી બસ પલટી જતાં મુસાફરો બસમાં ફસાયા હતા અને આ અકસ્માત આમલાખાડી ઓવરબ્રિજ નજીક સર્જાયો હતો,પોલીસ અને સ્થાનિકોએ મુસાફરોનું રેસ્ક્યૂ કર્યું હતુ અને તેમામ લોકોને હોસ્પિટલ ખસેડયા હતા.અકસ્માતના પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો.
વાલિયા નજીક બની ઘટના
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર અકસ્માતનો બનાવ બન્યો છે. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ આમલાખાડીના ઓવરબ્રિજ પર ખાનગી લક્ઝરી બસ અને સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા ખાનગી લક્ઝરી બસ પલટી ગઈ હતી, તો એસટી બસ પણ માર્ગની બાજુમાં ઉતરી ગઈ હતી. ખાનગી બસ પલટી જતા બસમાં સવાર મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા.પોલીસે ઘટનાને લઈ તપાસ હાથધરી છે.
ગઈકાલે પણ સર્જાયો હતો અકસ્માત
અંકલેશ્વર નેશનલ હાઈવે પર તાપી હોટલ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારતા માર્ગ ઉપર પટકાયેલ મહિલા ઉપરથી ટ્રકનું ટાયર ફરી વળતા તેનું ગંભીર ઈજાઓને પગલે મોત નિપજયું છે.અંકલેશ્વર હાઇવે ઉપર અકસ્માતની ઘટનાઓ દિન પ્રતિદિન સામે આવી રહી છે.જ્યારે આ અકસ્માતમાં અન્ય ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે લોક ટોળા ઉમટી પડતા ટ્રાફિકજામ સર્જાયો હતો. અકસ્માત અંગેની જાણ થતા પોલીસ કાફલો સ્ટાફ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી.









