ભાવનગરના સાવરકુંડલામાં આજે અષાઢી બીજની અનોખી ઉજવણી કરવામાં છે. સાવરકુંડલાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું પગલું ભરવામાં આવ્યું છે. જીરા ગામમાં ગ્રામજનોએ ઉદ્યોગપતિના સહયોગથી વાજતેગાજતે શોભાયાત્રા કાઢી 5000 વૃક્ષોનું મુખ્ય માર્ગો પર વૃક્ષારોપણ કર્યું છે. જે રીતે ભાગવત કથાની પોથીયાત્રા નીકળે તેવી જ રીતે સમગ્ર ગામની મહિલાઓ દ્વારા વૃક્ષોની પોથીયાત્રા લઈને વાજતેગાજતે રામજી મંદિરથી શોત્રાયાત્રા કાઢી મુખ્ય માર્ગો પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.


[[$googlead]]
  • Follow us on: