દાહોદમાં લીમડી શાક માર્કેટમાં ચોરી થવાની ઘટના બની છે જેમા શાકભાજીના હોલસેલ વેપારીને ત્યાં ચોરી થઈ હોવાની વાત સામે આવી છે, વેપારીના ગલ્લામાંથી રૂ. 3 લાખની ચોરી થઈ હોવાની વાત સામે આવી છે, ચોરી કરતો શખ્સ સીસીટીવીમાં કેદ થયો છે અને પોલીસે CCTVના આધારે તપાસ હાથધરી છે.
લીમડી શાક માર્કેટમાં ચોરીની ઘટના
દાહોદના લીમડીમાં શાકભાજીના હોલસેલ વેપારીને ત્યાં ચોરીની ઘટના બની છે, અજાણ્યા ચોરે વેપારીના ગલ્લામાંથી 3 લાખ રૂપિયાની કરી ચોરી અને અજાણ્યા ઈસમે શાકમાર્કેટમાં આવેલી 10 જેટલી દુકાનને કરી હતી ટાર્ગેટ, હોલસેલ વેપારી અલ્કેશભાઈ ગુજરાતીના ગલ્લામાથી 3 લાખની ચોરી કરી ચોર ફરાર થયો હતો અને લીમડી પોલીસ Cctvના આધારે તપાસ હાથધરી છે.









