સુરતમાં ડ્રગ્સ સાથે ભાઠેનાનો યુવક ઝડપાયો છે, માન દરવાજા પાસેથી MD ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો હોવાની વાત સામે આવી છે. ઝહીર અન્સારી મુંબઈથી ડ્રગ્સ લાવ્યો હતો અને સુરતમાં કોને ડ્ર્ગ્સ આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે, ક્રાઈમ બ્રાન્ચે 8.45 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યુ છે અને પોલીસે આરોપી મોહમદ અંસારીની ધરપકડ કરી છે.


[[$googlead]]

3 દિવસ પહેલા સુરતના સલાબતપુરમાંથી પણ ઝડપાયું ડ્રગ્સ

સુરતમાં સલાબતપુરા પોલીસની ટીમે રાજહંસ ઇમ્પીરીયા માર્કેટ વાળા રસ્તા ઉપરથી આરોપી ખલીલ લુકમાન શેખને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી 74 હજાર રૂપિયાની કિંમતનું 7.4 ગ્રામ એમડી ડ્રગ્સ, રોકડા રૂપિયા 1900 તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ 80,900 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. આરોપીને તેના પુત્ર તોસીફ ઉર્ફે સોનું ખલીલ લુકમાન શેખ પાસેથી આ ડ્રગ્સ લાવ્યો હોય પોલીસે તેના પુત્રને પણ વોન્ટેડ જાહેર કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

[[$alsoread]]

  • Follow us on: