શું તમે કલ્પના કરી શકો છો કે ખેતી દુકાનની અંદર થઈ શકે ? હા બિલકુલ સત્ય છે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ડોમ માર્કેટ નામના કોમર્સિયલ કોમ્પ્લેક્ષના ચોથા માળે કેસરની ખેતી થઈ રહી છે.


[[$googlead]]

અંદાજીત 400 ફૂટની ઓફિસમાં જીન્ગેશ દોશી નામના યુવાને આ ખેતી કરવાની શરૂઆત કરી છે. યોગ્ય વાતાવરણ ઉભું કરીને ખૂબ કિંમતી એવા કેસરની ખેતી કરવામાં આવી રહી છે. પ્રાયોગિક ધોરણે આ સફળ શરૂઆત બાદ હવે જીગ્નેશભાઈ મોટા પાયે કેસરની ખેતી કરવા ઈચ્છુક છે આ રીતને એરોપોનીક કહેવામાં આવે છે જેમાં પાણી કે માટી વિના માત્ર વાતાવરણ કંટ્રોલ કરીને ખેતી કરવામાં આવે છે.

ખેતીથી ખૂબ ફાયદો થવાની શક્યતા

[[$alsoread]]

મોરબીના જીન્ગેશભાઈ દોશી આમ તો સિરામિક ટ્રેડીંગના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમની ઓફીસ સામાકાંઠા વિસ્તારમાં આવેલ ડોમ કોમ્પ્લેક્ષમાં આવેલી છે.આ કોમ્પ્લેક્ષના ચોથા માળે કેસરની ખેતી કરવા માટે ખાસ વ્યવસ્થા ઉભી કરી છે જેમાં ઠંડક , મોસ્ચર , કાર્બન ડાયોક્સાઈડ જેવી બાબતોને કંટ્રોલ કરી ને ખેતી કરવાની શરૂઆત કરી. મોરબીના રિશી દફતરી નામના વ્યક્તિના ટેકનીકલ માર્ગદર્શન નીચે સમગ્ર વ્યવસ્થા ગોઠવામાં આવી અને હવે તેમને આ ખેતીમાંથી ખૂબ મોટો ફાયદો થાય એમ છે.

જીગ્નેશભાઈ આ પ્રયોગથી છે ખૂબ ખુશ

જીગ્નેશભાઈ આ પ્રયોગથી ખૂબ ખુશ છે, કારણ કે હવે તેમને કેસર મળવાની શરૂઆત થઈ ચૂકી છે. તેમને આર્થિક પણ મોટો ફાયદો કેસરની ખેતીથી થતા હવે તેઓ મોટા પાયે કેસરની ખેતી શરુ કરવાના છે, સૌથી કિંમતી મસાલામાં ગણાતું કેશર માત્ર હવામાન કંટ્રોલ કરીને ઉત્પાદિત કરી શકાય છે અને તેમાં પણ ક્યાય માર્કેટ શોધવાની પણ જરૂર નથી કારણ કે ખૂબ ઉંચી કિંમત મળવા સિવાય વેચવાની માથાકૂટ પણ નથી.


  • Follow us on: