સુરતમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસની ઢીલી તપાસ સામે આવી છે. મહિધરપુરા પોલીસની આ કેસમાં ગંભીર બેદરકારી સામે આવ્યો છે. અકસ્માતની ઘટનામાં એક અઠવાડિયા બાદ પણ ચાલક પકડાયો નથી અને હજુ પણ આરોપી પોલીસ પકડથી દૂર છે. ત્યારે મહિધરપુરા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
મહિધરપુરા પોલીસની કામગીરી સામે સવાલ
તમને જણાવી દઈએ કે 9 ફેબ્રુઆરીએ રાત્રે પતિ, પત્ની અને બાળકી બાઈક પર સવાર હતા અને એક ગાડી ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારી હતી. આ દરમિયાન બાઈક પર સવાર પત્ની ગર્ભવતી હતી કાર ચાલકે પાછળથી બાઈકને ટક્કર મારી હતી. ત્યારે મહિધરપુરા પોલીસની ઢીલી તપાસને કારણે અત્યાર સુધીમાં કાર અથવા કાર ચાલક પકડાયો નથી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થયેલી છે.









