ભરૂચમાં કામદારની હત્યાનો આરોપી ઝડપાયો છે,પરમેશ્વર રામ પ્રવેશની દહેજ પોલીસે ધરપકડ કરી છે,જેમાં ન્યુ વાડિયામાં કંપનીના બે કામદાર વચ્ચે થઇ હતી બબાલ અને આરોપીએ અન્ય કામદારની ક્રિકેટના બેટથી હત્યા કરી હતી અને ફરાર થઈ ગયો હતો,રાકેશ દયાળ નામના કામદારની થઇ હતી હત્યા,પોલીસે ટેકનિકસ શોર્સની મદદથી આરોપીની ધરપકડ કરી છે.કંપનીમાં સાથે કામ કરતા કામદારો વચ્ચે રૂમ પર આવવા જવા બાબતે થયો હતો ઝઘડો.
પોલીસે બનાવી હતી અલગ-અલગ ટીમો
રાકેશસિંઘ જ્યારે તેના રૂમમાં સૂતો હતો, ત્યારે પરમેશ્વરે તેના માથાના ભાગે બેટ વડે હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે સાથી કામદારો તેને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.દહેજ પોલીસે પીઆઈ એચ.બી.ઝાલાની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફની ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ અને માનવીય સ્રોતોનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી.









