અમદાવાદમાં જવેલર્સમાં 10 દિવસ પહેલા ધોળા દિવસે લૂંટ થઈ હતી અને જવેલર્સમાં ઘુસીને લૂંટ કરવામાં આવી હતી ત્યારે 10 દિવસબાદ લૂંટના આરોપી ઝડપાઈ ગયા છે,અમદાવાદ ગ્રામ્ય પોલીસે 4 લૂંટારાઓને ઝડપ્યા છે અને પોલીસે યુપીથી ચારેય લૂંટારોઓને ઝડપી પાડયા હોવાની વાત સામે આવી છે,બોપલમાં કનકપુરા જવેલર્સમાં કરી હતી લૂંટ અને ચારેય લૂંટારૂઓ સિકયુરિટી ગાર્ડ હોવાનું ખૂલ્યું છે.
વાહનો દૂર પાર્ક કરીને આવ્યા હતા
લૂંટના બનાવ બાદ પોલીસે જવેલર્સમાં રહેલા સીસીટીવીની તપાસ કરતા ચાર લૂંટારૂઓ હેલ્મેટ અને મોઢા પર બુકાની બાંધી પ્રવેશ કર્યો હતો જેમાં ત્રણ લૂંટારૂ જવેલર્સમાં ઘુસ્યા હતા જેમાં બે લૂંટારૂ બંદૂકની અણી એ બંધક બનાવ્યા હતા અને એક લૂંટારૂ જવેલર્સની બહાર ઊભો હતોજે લોકો અને પોલીસની હિલચાલ પર નજર રાખી રહ્યો હતો.લગભગ 7 થી 8 મિનિટમાં જ્વેલર્સમાં રહેલો સોના ના દાગીના બેગમાં ભરી નાસી છૂટ્યા હતા.મહત્વ નું છે કે લૂંટારૂઓ જ્વેલર્સમાં લૂંટ કરવા ચાલતા આવ્યા હતા જેથી પોલીસને શંકા છે કે આરોપી એ પોતાના વાહન દૂર પાર્ક કરી ને આવ્યા હતા.









