રાજ્યમાં અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં વાહનમાં ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવાથી અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે વાંકાનેરમાં ખીચોખીચ પેસેન્જરો ભરી જોખમી રીતે વાહન ચલાવતા વાહન ચાલકો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આજે પોલીસે વાહનમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જરોને બેસાડનાર 3 વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. વાંકાનેર સિટી પોલીસે જીપ સહિતના વાહનોમાં ક્ષમતા વધુ સામાન ભરનાર અને ખીચોખીચ પેસેન્જરોને ભરી જોખમી સવારી કરતા ચાલકો સામે મોટર વ્હીકલ એક્ટ મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.


[[$googlead]]
  • Follow us on: