કચ્છના રાપરમાં બુટલેગર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાપરના કુખ્યાત બુટલેગર પુના ભરવાડને પૂર્વ કચ્છ પોલીસે પાસા હેઠળ જેલમાં ધકેલી દીધો છે. ગઈકાલે રાજ્યના બુટલેગરોની મિલકત પર કાર્યવાહી કરવા માટે SMC દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, ત્યારબાદ પૂર્વ કચ્છ પોલીસે આરોપીને જેલ હવાલે કર્યો છે.
ખેડામાં બુટલેગરોએ કરી પોલીસ સાથે ગાળાગાળી
બીજી ખેડામાં બુટલેગરોએ પોલીસ સાથે ગાળાગાળી કરી છે. રઢુના 2 બુટલેગરો સામે પોલીસે ફરિયાદ નોંધી છે. દારુની બોટલ તોડી પોલીસ સાથે ગાળાગાળી કરવામાં આવી છે. પોલીસે રણજીત ઉર્ફે ભુરો સોલંકી, રાજુ સોલંકી સામે ફરિયાદ નોંધી છે. પોલીસ સામે જ દારુની બોટલ પછાડી તોડી દીધી હતી અને બુટલેગરોએ પોલીસને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. પોલીસ સામે ધારિયા-તલવારો લઈ ઉશ્કેરણી પણ કરાઈ છે. બુટલેગર રાજેશ ઉર્ફે રાજુ સોલંકી ફરાર થયો છે, પોલીસે 2 ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.









