સુરેન્દ્રનગરના થાનગઢમાં ગેરકાયદે રેતી ખનનમાં કાર્યવાહી કરવામાં આવી છે,જેમાં રૂપાવટી ગામમાં નદી વિસ્તારમાં દરોડા પાડયા હતા જેમાં 2 ટ્રેક્ટર, ચરખી સહિત 17 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે,પ્રાંતિ અધિકારીએ દરોડા પાડીને વાહન ઝડપ્યા છે.
09 એપ્રિલ 2025ના રોજ પણ કરાઈ હતી રેઈડ
સુરેન્દ્રનગરના થાનગઢમાં ગેરકાયદેસર માટી ખનન થાય છે અને રોજબરોજ આ માટી ખનન થાય છે,જેને લઈ મોડી રાત્રે પ્રાંત અધિકારીએ આકસ્મિક રેડ કરી હતી જેમાં વિજળીયા ગામે રેડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો હતો તે અધિકારી અને તેમની ટીમ દ્વારા હિટાચી મશીન સહિત 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.હિટાચી મામલતદાર કચેરી થાનગઢ ખાતે લાવવાની તજવીજ હાથ ધરેલ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 15 દિવસથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે.









