સુરતમાં યાર્નના વેપારી પર થયેલ ફાયરિંગમાં કાર્યવાહી કરવામાં આવી છે, પોલીસે ફાયરિંગ કરનાર આરોપી હરેશ ગજેરાને પકડ્યો છે, સોપારી કિલિંગ આરોપી હરેશ ગજેરાએ ફાયરિંગ કર્યું હતું અને પત્ની સાથે આડા સંબંધ હોવાથી અપાઈ હતી સોપારી, તો વેપારીની પીઠના ભાગે કરવામાં આવ્યું હતું ફાયરિંગ હાલમાં વેપારીની તબિયત સુધારા પર છે.


[[$googlead]]

ગોડાદરા વિસ્તારમાં યાર્નના વેપારી પર ફાયરિંગ મામલો

થોડા દિવસ અગાઉ યાર્નના વેપારી પર બપોરના સમયે ફાયરિંગ થયું હતુ અને આ ફાયરિંગનો કેસ સુરત પોલીસે ઉકેલી દીધો છે, પોલીસે આરોપીની ધરપકડ કરી છે, આ હુમલો કરાવવામાં આવ્યો છે તેવી માહિતી તપાસમાં સામે આવી છે, પત્નીના આડા સંબધનને લઈ આ ફાયરિંગ થયું છે, સંજય પડશાલા નામના યાર્નના વેપારી પર ગોડાદરા વિસ્તારમાં પાછળથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં વેપારીની પીઠના ભાગે ગોળી વાગી હતી. પોલીસે સીસીટીવીના આધારે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

[[$alsoread]]

  • Follow us on: