• બિન્નીએ 8 મેચમાં 18 વિકેટ લીધી હતી
  • બિન્ની સ્કોટલેન્ડના છે પણ ભારતમાં જન્મ્યા હતા 
  • જય શાહ BCCI સેક્રેટરી તરીકે તેમના પદ પર ચાલુ રહેશે




વિશ્વ કપ વિજેતા ટીમના સભ્ય ઓલરાઉન્ડર રોજર બિન્ની ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના આગામી પ્રમુખ તરીકે સૌરવ ગાંગુલીના સ્થાને આવે તેવી શક્યતા છે. દરમિયાન, જય શાહ BCCI સેક્રેટરી તરીકે તેમના પદ પર ચાલુ રહેશે. વર્તમાન BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહ, રાજીવ શુક્લા અને એન શ્રીનિવાસને દિલ્હીમાં બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયાની બેઠકમાં હાજરી આપી હતી, જેમાં નવા BCCI પ્રમુખ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગાંગુલી ઑક્ટોબર, 2019માં બીસીસીઆઈ અધ્યક્ષ બન્યા હતા તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના અધ્યક્ષ તરીકે પોતાની દાવેદારી રજૂ કરી શકે છે. BCCIની ચૂંટણી 18મી ઑક્ટોબરના રોજ મુંબઇમાં થશે.

ત્યારે સવાલ થાય કે કોણ છે રોજર બિન્ની?

બિન્ની સ્કોટલેન્ડના છે પણ ભારતમાં જન્મ્યા હતા અને તેઓ અહી જ મોટા થયા. 67 વર્ષીય રોજર બિન્નીએ 1979માં ભારતમાં પદાર્પણ કર્યું હતું અને છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 1987માં રમી હતી. બિન્ની ભારત માટે રમનાર પ્રથમ એંગ્લો-ઈન્ડિયન ક્રિકેટર હતા. રોજરના પુત્ર સ્ટુઅર્ટ બિન્નીએ પણ બાદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. હાલમાં રોજર બિન્ની કર્ણાટક ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ છે. આ પહેલા બિન્ની ભારતીય ટીમના સિલેક્ટર પણ રહી ચૂક્યા છે. રોજર બિન્નીના ખાસ રેકોર્ડ વિશે વાત કરીએ તો બહુ ઓછા લોકો જાણે છે કે 1983ના વર્લ્ડ કપ દરમિયાન ભારતના ટાઈટલ જીતવામાં બિન્નીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. રોજરે સમગ્ર ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લીધી હતી. બિન્નીએ 8 મેચમાં 18 વિકેટ લીધી હતી. જેમાં એક ઈનિંગમાં ચાર વિકેટ લેવાનો રેકોર્ડ પણ શામેલ છે.

  • Follow us on: