બનાસકાંઠાના ડીસામાં ફેક્ટરી બ્લાસ્ટને લઈ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે,SITએ ફેક્ટરીમાં તપાસ હાથધરી છે,જેમાં SITના વડા ભાવિન પંડ્યાનું નિવેદન સામે આવ્યું છે,જેમાં SIT ટીમે આજે સ્થળ મુલાકાત કરી હતી અને ટીમે પ્રાથમિક વિગતો મેળવી હતી.ફટાકડાની ફેક્ટરીમાં 21 શ્રમિકોના થયા હતા મોત.
એક સાથે તમામના અંતિમ સંસ્કાર કરાયા
બનાસકાંઠાના ડીસામાં આવેલી GIDCમાં એક ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ વિસ્ફોટ અને આગના કારણે 21 શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં 5થી 8 વર્ષના બાળકો પણ હતા. આ તમામ મધ્ય પ્રદેશના હરદા અને દેવાસ જિલ્લાના રહેવાસી હતા. મધ્ય પ્રદેશના દેવાસના નેમાવર ઘાટ પર આજે 18 લાશોના એકસાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બે મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવશે. તે હજુ ગુજરાતમાં જ છે.









