TRP ગેમઝોનમાં અગ્નિકાંડ બાદ હવે તપાસ તેજ કરવામાં આવી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હવે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર સાઉન્ડ અને પ્રોજેક્ટર ફીટ કરનારની ક્રાઇમબ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. પ્રત્યક્ષદર્શી દક્ષને ક્રાઈમ બ્રાન્ચે બોલવવામાં આવ્યા હતા. સાથે જ પ્રત્યક્ષદર્શી દક્ષનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું.
રાજકોટ અગ્નિકાંડમાં હોમાયેલા નિર્દોષ લોકોની ચિસો હજી પણ આપણાં કાને સંભળાઈ રહીં છે. અત્યારે પણ રાજકોટ અગ્નિકાંડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ અગ્નિકાંડના પાપીઓનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. એટલું જ નહીં પરંતુ અગ્નિકાંડના પાપીઓના કાળા કારનામા અંગે પણ પર્દાફાશ થયો છે. તમને જણાવી દઇએ કે, રાડકોટ અગ્નિકાંડ મામલે TPO મનસુખ સાગઠીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મળતી વિગતો પ્રમાણે મનસુખ સાગઠિયા જ અનેક કાળા કામનો મુખ્ય ચહેરો છે. જાણકારી પ્રમાણે મનસુખ સાગઠીયા પર વર્ષોથી ગોરખધંધા ચલાવવાનો આરોપ લાગ્યો છે.









