લોકસભા ચૂંટણી 2024ના પરિણામો બાદ રાજનીતિક હલચલ તેજ થઈ ગઈ છે. હાલ NDA અને ઈન્ડિયા ગઠબંધનમાં બેઠકોનો દૌર શરૂ થઈ ગયો છે. કેન્દ્રમાં સરકાર બનાવવા માટે ઈન્ડિયા ગઠબંધન પણ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શિંદે ગ્રુપના 4 સાંસદ ઉદ્ધવ ગ્રુપના સંપર્કમાં હોવાના સમાચાર મળી રહ્યા છે. પટણામાં નીતિશ કુમારે JDUના નેતાઓ સાથે બેઠક યોજી છે. તેમજ નીતિશ કુમારે ચિરાગ પાસવાન સાથે પણ મુલાકાત કરી છે. લોક જનશક્તિ પાર્ટીના વડા ચિરાગ પાસવાને પણ કહ્યું કે, દેશમાં NDAની સરકાર બનવા જઈ રહી છે. નાગપુરમાં જીત બાદ નીતિન ગડકરી દિલ્હી પહોંચ્યા છે અને NDAની બેઠકમાં ભાગ લેશે. આ ઉપરાંત ચંદ્રબાબુ નાયડુ દિલ્હી જવા માટે રવાના થયા છે. તેમજ ઈન્ડિયા ગઠબંધનના શરદ પવાર અને સુપ્રિયા સુલે પણ દિલ્હી જવા રવાના થયા છે. હાલ તો રાજકીય માહોલ ગરમાયો છે.
LokSabha Election Result: ચૂંટણી પરિણામો બાદ રાજનીતિક હલચલ તેજ, જુઓ Video
LokSabha Election Result: ચૂંટણી પરિણામો બાદ રાજનીતિક હલચલ તેજ, જુઓ Video
[[$googlead]]









