છેલ્લા ઘણા સમયથી ઘણા બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે હવે અમદાવાદમાં ફરી એક બોગસ તબીબની બોગસ હોસ્પિટલ ઝડપાઇ છે. મેહુલ ચાવડાની વધુ એક બોગસ હોસ્પિટલ ઝડપી પાડવામાં આવી છે. અમદાવાદના મોરૈયામાંથી બોગસ હોસ્પિટલ ઝડપી પાડવામાં આવી છે. મોરૈયા ગામે આ હોસ્પિટલને સીલ કરવામાં આવી છે. ત્યારે એ પ્રશ્ન થાય કે શું આરોગ્ય તંત્રની રહેમ નજર હેઠળ હોસ્પિટલ ચાલતી હતી?
હોસ્પિટલમાં ICU અને ઓપરેશનની પણ સુવિધા
મોરૈયા ગામે તંત્ર પહોંચે તે પહેલા આરોપીઓ સામાન લઈને રફુચક્કર થઈ ગયા હતા. આરોગ્યની ટીમ દ્વારા જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જાણ થઈ કે આ બોગસ હોસ્પિટલમાં ICU અને ઓપરેશનની પણ સુવિધા ઉપલબ્ધ હતી. આરોગ્યની ટીમ આ બોગસ હોસ્પિટલમાં પોહનચી તે પહેલા જ હોસ્પિટલનો સ્ટાફ ફરાર થઈ ગયો હતો. હોસ્પિટલમાંથી મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ મળ્યું હતું. અગાઉ બોગસ અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઝડપાઈ હતી. દર્દીઓ પાસેથી સારવારના નામે લાખો રૂપિયા ખંખેરતો બોગસ તબીબ લોકોના જીવન સાથે રમત રમતો હતો. હજુ કેટલા ઠેકાંણે હોસ્પિટલ ખોલી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.









