અમદાવાદના ઇન્ટરનેશનલ ફ્લાવર શૉને વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે માટે ગિનિસ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે. 10.24 મીટર હાઇટ તથા 10.84 મીટર ત્રિજ્યાવાળા ફ્લાવર બુકેને વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે તરીકે સ્થાન મળ્યું છે. અગાઉ આ પહેલાં આ રૅકોર્ડ યુનાઇટેડ આરબ એમિરેટસની અલ-એઇન મ્યુનિસિપાલિટીના નામ ઉપર હતો.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત કરવામાં આવેલા ફ્લાવર-શો-2025ને સતત બીજા વર્ષે વૈશ્વિક બહુમાન પ્રાપ્ત થયું છે. ગત વર્ષે આયોજિત કરવામાં આવેલા ફ્લાવર શૉમાં સૌથી લાંબી ફ્લાવર વોલ માટે ગિનિસ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડમાં સ્થાન મળ્યું હતું. સતત બીજા વર્ષે ફ્લાવર શૉમાં વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકેને લઈ સિદ્ધિ મળી છે.









