[[$googlead]]
ગુજરાતમાં હવામાનની આગાહી મુજબ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતના ઘણા ભાગોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં વિવિધ જગ્યાઓએ જળબંબાકાર થઈ ગયો છે.ક્યાંક ધોધમાર વરસાદ, ભારે વાવાઝોડું ફૂંકાયાની સ્થિતિ સર્જાઈ છે. તેની વચ્ચે ક્યાંક વીજળીના ચમકારા થઈ રહ્યા છે. તેવા જ ચમકારા અમદાવાદમાં જોવા મળ્યા હતા. જેને લોકોએ જોયા હતા. તો કેટલાકે મોબાઈલમાં કંડાર્યા હતા.

અમદાવાદમાં વીજ ચમકારો
અમદાવાદમાં ગઈ કાલે વાતાવરણમાં પલટો આવી ગયો હતો. જ્યાં અમદાવાદમાં વીજ ચમકારા જોવા મળ્યા હતા. વીજળીના ચમકારાને લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કરી હતી. અમદાવાદમાં વીજળીના ચમકારાને લોકોએ નિહાળ્યા હતા. તેમજ ઘણા લોકોએ આકાશમાં થયેલા વીજળીના ચમકારાના દ્રશ્યોને સોશિયલ મીડિયામાં મૂક્યા હતા. અમદાવાદમાં થયેલા વીજળીના ચમકારાને જોતો અમદાવાદીઓમાં ભારે કૂતુહલ અને આશ્ચર્ય સર્જાયું હતું. તો કેટલાક લોકો ડરના માર્યા ઘરમાં બેસી ગયા હતા. લોકોએ આ ઘટનાને પોતાની આંખોથી નિહાળી હતી. ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ સહિત તટવર્તી ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તો ક્યાંક વીજળી પડવાની પણ ઘટનાઓ બનેલી છે.
  • Follow us on: