અમદાવાદ શહેરમાં અનેક CCTV બંધ હાલતમાં જોવા મળ્યા છે. અમદાવાદમાં રસ્તાઓ પર લગાવેલા CCTV બંધ હાલતમાં છે. શહેરમાં 2500 માંથી 663 CCTV બંધ હાલતમાં છે. અમદાવાદ કોર્પોરેશનના 409 કેમેરા પણ બંધ છે. ત્યારે ઇસ્કોન અકસ્માત બાદ CCTV લગાવવા નિર્ણય લીધો હતો. જેમાં સ્માર્ટ સિટીની ત્રીજી આંખ કહેવાતા CCTV હજી પણ બંધ છે.


[[$googlead]]

અમદાવાદ શહેરમાં અનેક CCTV બંધ

AMCના ટેક્નિકલ ખામીને લીધે હજી 409 કેમેરા બંધ છે. જેમાં કોઇ ઘટના બને તો પોલીસને તપાસ કરવામાં ઘણી મહેનત કરવી પડે છે. તેમજ રાત્રી દરમિયાન અકસ્માતની ઘટનામાં તો નજરે જોનારા પણ હોતા નથી તેથી અકસ્માત કરનાર સરળતાથી કાયદાથી બચી જાય છે અને નિર્દોષનો ભોગ લેવાઇ જાય છે. ઉલ્લેખનીય છેકે, અમદાવાદમાં તથ્ય પટેલે 9 લોકોને ઈસ્કોન બ્રિજ પર કચડી માર્યા તે ઘટના બાદ શહેરની પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. રાત્રે 10થી 2ના ગાળામાં શહેરના 100થી વધુ સ્થળો પર વાહન ચેકિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

[[$alsoread]]

  • Follow us on: