અમદાવાદમાં જય સિયારામ પેંડાવાળાની બ્રાન્ચ સીલ કરવામાં આવી છે. ફૂગવાળા પેંડા નીકળતા પાલડી ખાતેની બ્રાન્ચ AMC દ્વારા સીલ કરવામાં આવી છે. મહિલા દ્વારા ગત શનિવારે ખરીદેલા 3 કિલો પેંડા ખોલતા તમામ પેંડા ફૂગવાળા નીકળ્યા હતા.જ્યાર બાદ મહિલાએ ગતકાલે મહિલાએ AMCમાં ફરિયાદ નોંધાવી હતી.
ફૂગવાળા પેંડાના સેમ્પલ લઈને લેબમાં મોકલાયા
મહિલાની ફરિયાદના આધારે AMC દ્વારા દુકાનમાં તપાસ કરવામાં આવતા અખાદ્ય પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. AMC દ્વારા ફૂગવાળઆ પેંડાના સેમ્પલ લઈને લેબમાં મોકલવામાં આવ્યા છે. શહેરના પાલડી વિસ્તારમાં રહેતા એક મહિલાએ શનિવારે જુના શારદા મંદિર રોડ ઉપર પંચશીલ પાસે આવેલી જય સીયારામ પેંડાવાલા નામની પ્રખ્યાત મીઠાઈની દુકાનમાંથી 3 કિલો પેંડાના 6 બોક્સ લીધા હતા. ગઈકાલે રક્ષાબંધનનો તહેવાર હોવાથી સવારે 10 વાગ્યાની આસપાસ જ્યારે તેઓએ પેંડાના બોક્સ ખોલ્યા તો તમામ પેંડા પર ફૂગ વળેલી જોવા મળી હતી.
AMCએ દુકાનમાં તપાસ હાથ ધરી
શનિવારે ખરીદેલા પેંડા સોમવારે ખોલતા ફૂગવાળા હતા. રક્ષાબંધનના તહેવાર માટે જે પેંડા ખરીદ્યા હતા તે ફૂગ વળી ગયેલા હતા તેથી તેઓએ બીજા પેંડા ખરીદવા પડ્યા હતા. મહિલાએ AMCમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવતા AMCએ સેમ્પલ મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.









