રાહુલ ગાંધીના નિવેદન પર રાજનીતિ વકરતી જોવા મળી રહી છે. રાહુલ ગાંધીના નિવેદનને લઈ ગઈકાલે અમદાવાદ શહેરમાં કોંગ્રેસ કાર્યાલય પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ પથ્થરમારો કર્યો હતો. ત્યારે હવે ભાજપ-કોંગ્રેસના નેતાઓ સામ-સામે આક્ષેપ કરી રહ્યા છે. આ બાબતે ભાજપના નેતા યજ્ઞેશ દવેએ કહ્યું કે, કોંગ્રેસીઓ હિંસાના માર્ગે છે. નિર્દોષ લોકો પર પથ્થરમારો કર્યો છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ સત્તા વગર રહી શકતા નથી અને નિર્દોષ લોકો પર પથ્થરમારો કરી લોકોના માંથા ફોડી નાખ્યા, લોહી લુહાણ કર્યા બધાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના નેતાઓ હાથમાં પથ્થર લઈ પથ્થરબાજી કરતા હતા તે ખરેખર નિદનિય કાર્ય છે.


[[$googlead]]

કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, વસુધૈવ કુટુંબકમમામ માને તેને હિન્દુ કહેવાય. હિન્દુ અહિંસક છે, હિંસામાં માનતો નથી. કોંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધી જે શક્તિઓ સામે લડે છે એ હિન્દુ ધર્મના નામે ગુડાગીરી કરે છે, લોકોને દબાવે છે, ડરાવે છે. હિન્દુ ધર્મનો દુરઉપયોગ કરી સમાજને વિભાજિત કરે છે. ધર્મના નામે ધતિંગો કરાવે છે. ધર્મના નામે રામછેલાની યાત્રાઓ કરી અજબો-કરોડો રૂપિયા ભેગા કરી ભ્રષ્ટાચાર કરી આવા તત્વો ધર્મની બરબાદી કરી રહ્યા છે.


[[$alsoread]]

  • Follow us on: