અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદનું આગમન થયું છે. અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી છૂટા છવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. ત્યારે બપોરના સમયે અચાનક અમદાવાદમાં વરસાદ શરૂ થતા શહેરીજનોને ગરમીના બફારામાંથી રાહત મળી હતી. શહેરના ગોતા, પાલડી, વસ્ત્રાપુર, ચાંદલોડિયા, બાપુનગર વિસ્તારમાં ધમાકેદાર વરસાદ વરસ્યો છે.
બપોર બાદ અમદાવાદમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે. વરસાદ બંધ થવાનુ નામ જ નથી લઈ રહ્યો ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. શહેરમાં અનેક વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો હેરાન થયા છે. વસ્ત્રાપુર, મેમનગર, ચાંદલોડિયા, એસજી હાઈવે, પ્રગતિનગર, પાલડી, જમાલપુર, પંચવટી, ન્યુ મણીનગર વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે. ત્યારે ચાંદલોડિયામાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. ચાંજલોડિયાની દુર્ગા વિદ્યાલયમાં પાણી ફરી વળ્યું છે. દુર્ગા વિદ્યાલયની આસરપાસ વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે.









