રાજ્ય સરકારના પાક વિમાના રિપોર્ટને હાઈકોર્ટે નકારી દીધો છે. રિપોર્ટ અયોગ્ય હોવાનું હાઈકોર્ટનું અવલોકન છે. સરકારે રજૂઆત સાંભળ્યા વિના જ સર્વે બનાવ્યો હોવાનું હાઈકોર્ટનું અવલોકન છે. નવેસરથી સોગંદનામું કરવા અને 2 સપ્તાહમાં વધુ વિગતો આપવા હાઈકોર્ટ દ્વારા સરકારને આદેશ આપવામાં આવ્યો છે. હવે 26 જુલાઈના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. ઉલ્લેખનીય છેકે, ખેડૂતોને યોગ્ય વળતર ન મળતા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. પાક વિમા મુદ્દે ખેડૂતો યોગ્ય વળતર ન મળતા વિમા કંપની સામે ફરિયાદ કરવામાં આવી હતી.


[[$googlead]]
  • Follow us on: