હાલ સમગ્ર રાજ્યમાં મેઘરજ મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે વરસાદ બાદ હવે અમદાવાદમાં ઋતુગત બિમારીના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.જેને લઈને હવે અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલમાં OPDમાં 10 ટકાનો વધારો નોંધાયો છે. સોલા સિવિલમાં એક સપ્તાહમાં 11114 OPD કેસ નોંધવામાં આવ્યા છે.
ચોમાસામાં લોકોને તકેદારી રાખવા સૂચન
અમદાવાદમાં ઋતુગત બિમારીઓના કેસ વરસાદ બાદ અહવે વધી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે સોલા સિવિલમાં મેલેરિયાના 173 કેસ નોંધાયા હતા. સાથે જ ડેન્ગ્યુના 158 સેમ્પલમાંથી 26 કેસ પોઝિટિવ જોવા મળ્યા હતા. વાયરલ ઇન્ફેક્શનના 1,649 કેસ નોંધાયા હતા. જેને લઈને ચોમાસામાં લોકોને તકેદારી રાખવા સૂચન પણ કરવામાં આવ્યા છે.









