ખરાબ હવામાનના કારણે ગુજરાતમાં અનેક ફ્લાઇટ રદ્દ કરવામાં આવે તો કેટલીક ફ્લાઇટ સમય કરતા મોડી હોવાના કારણે મુસાફરોને ઘણીવાર સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે હવે અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોએ હોબાળો કર્યો હોય તેવી માહિતી મળી રહી છે. મળતી માહિતી અનુસાર અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો.
મુસાફરોએ એરપોર્ટ ઓથોરિટી સામે રોષ ઠાલવ્યો
અમદાવાદ એરપોર્ટ પર મોડી રાત્રે ફ્લાઇટ વ્યવસ્થાને લઇ મુસાફરો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. જેમાં એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટને લઇ હોબાળો થયો હતો. મુંબઈ જવાને બદલે આ ફ્લાઇટના મુસાફરોને અમદાવાદ જ ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યારે 12 કલાક સુધી મુસાફરોને અમદાવાદ રોકી રાખવામાં આવ્યા હતા. જેને લઈને મુસાફરોએ એરપોર્ટ ઓથોરિટી સામે રોષ ઠાલવ્યો હતો.









