એક તરફ ચોમાસું ચાલી રહ્યું છે ને બીજી તરફ અમદાવાદમાં અનેક સ્થળે ખાડા ખોડવામાં આવી રહ્યા છે. ત્યારે હવે શાહપુરની એક ઘટના સામે આવી છે જેમાં એક જ સ્થળે વારંવાર ખાડા ખોદાયા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના શાહપુરમાં એક જ સ્થળે 7 મી વખત ખાડો ખોદાયો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને AMCની કામગીરી ઉપર સવાલો ઉઠ્યા હતા.


[[$googlead]]

વાહનચાલકોને પણ પસાર થવામાં મુશ્કેલી

શાહપુરમાં વારંવાર એકની એક જગ્યા પર ખાડા ખોદીને પણ હજી સુધી સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. જેને લઈને વાહનચાલકોને પણ તે રસ્તે પસાર થવામાં મુશ્કેલી થઈ રહી છે. ત્યારે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અધિકારીઓ કામચલાઉ કામગીરી કરે છે. અને જ્યાં ત્યાં ખાડાને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. 

[[$alsoread]]

  • Follow us on: