વરસાદ બાદ અમદાવાદમાં જ્યાં જોવો ત્યાં બસ ખખડધજ રોડ જ જોવા મળી રહ્યા છે. વરસાદ બાદ અનેક રોસ રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે એક તરફ શહેરીજનો માટે વાઈટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યા હતા. ત્યારે બીજી તરફ આ રોડ લોકો માંતે માથાનો દુખાવો બની ગયો છે.
ટોપિંગ રોડની બાજુનો રોડ બિસ્માર હાલતમાં
અમદાવાદમાં વરસાદ બાદ પ્રગતિનગરથી શાસ્ત્રીનગર તરફ જતા રોડ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યા છે. જ્યાં એક તરફ કરોડોના ખર્ચે વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યા છે. ત્યારે આટલો ખર્ચ કર્યા બાદ પણ ટોપિંગ રોડની બાજુનો રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે.
શહેરીજનોની હાલત બની કફોડી
સુવિધાઓના નામે તંત્ર દ્વારા શહેરીજનોની હાલત કફોડી બનાવી દેવામાં આવી છે. આમ તો અમદાવાદને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે. પણ આ જ સ્માર્ટ સિટી અમદાવાદમાં રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. અનેક વિસ્તારોમાં રોડ રસ્તા પર પાણી ભરાય જવાના કારણે રોડની હાલત કફોડી બની છે.









