અમદાવાદમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે, ત્યારે તંત્રની પોલ પર પણ વરસાદી પાણી ફરી વળતા પોલ ખુલી ગઈ છે. વરસાદ બાદ અમદાવાદ શહેરમાં ઠેરઠેર ખાડા જોવા મળી રહ્યા છે અને AMCએ બનાવેલા નવા રસ્તાઓનું પણ ધોવાણ થયુ છે. ખારીકટ કેનાલ ઉપર બનાવેલો નવો રસ્તો વરસાદી પાણીમાં ધોવાઈ ગયો છે. શહેરમાં રોડ પર અનેક જગ્યાએ મોટા મોટા ખાડા પડી ગયા છે તો હાઇવે પર પણ ખાડા પડતા વાહન ચાલકો રાહદારીઓ અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે.


[[$googlead]]

ગણ્યા ગણાય નહીં તેટલા ખાડા

અમદાવાદમાં 6 મહિના અગાઉ બનેલા રોડ અથવા તો રીપેર કરાયેલા રોડ પર પણ ખાડા પડી જતા રોડની ગુણવત્તાને કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. ત્રણ મહિના પહેલા જ બનાવવામાં આવેલા રોડની દુર્દશા જોઈ શકાય છે. આખા રોડ પર ગણ્યા ગણાય નહીં તેટલા ખાડા જોવા મળી રહ્યા છે. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવી પસાર ખવા મજબૂર બન્યા છે.

[[$alsoread]]


  • Follow us on: