મધ્ય ગુજરાતમાં મેઘરાજાનું આગમન થયું છે. ત્યારે વિરમગામમાં પણ વરસાદ વરસ્યો છે. વિરમગામમાં સામાન્ય વરસાદ વરસતા પાણી ભરયા છે. શહેરમાં શાકમાર્કેટ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વરસાદી પાણી ભરાયા છે. જેના કારણે વેપારીઓને હાલાકી પડી રહી છે. દર વર્ષની જેમ માર્કેટમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા અને ગંદકીને લઈને શાકભાજીના વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.


[[$googlead]]

શાકમાર્કેટમાં વરસાદી પાણી ફરી વળ્યા

વિરમગામની શાકમાર્કેટમાં વરસાદી પાણી ભરાતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓએ જણાવ્યું કે, શાકમાર્કેટમાં વરસાદ પાણી ભરાવવાની સમસ્યા દર વર્ષની છે. તેમજ ગંદકીની પણ સમસ્યા છે. આ શાકમાર્કેટમાં નાના-મોટા થઈને અંદાજે 50 જેટલા વેપારીઓ છે. આ અંગે તંત્રને રજૂઆતા કરવામાં આવી છે. પરંતુ કોઈ સાંભળતું જ નથી તેવો વેપારીએ આક્ષેપ કર્યો હતો.

[[$alsoread]]

વરસાદે સર્જી તારાજી

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ જામ્યો છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં લોકો છેલ્લા કેટલાક સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે મેઘરાજાએ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મહેર કરી છે. મેઘમહેર થતા એક તરફ લોકો તેમજ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ વરસાદના કારણે અનેક જગ્યાએ તબાહી સર્જાઈ છે.

  • Follow us on: