અમદાવાદને સ્માર્ટ સિટી કહેવામાં આવતું હોય છે પણ આ સ્માર્ટ સિટી અમદાવાદમાં તો જાણે ભૂવા રાજ હોય તેવું જોવા મળી રહ્યું છે. હજી તો વરસાદની શરૂઆત જ થઈ છે ત્યારે અનેક જગ્યાઓ પર ભૂવા પાડવાની શરૂઆત થઈ ગઈ છે. જ્યાં જોવો ત્યાં બસ ભૂવા જોવા મળી રહ્યા છે. ત્યારે આ હજી પણ અમદાવાદમાં ભૂવા પાડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.


[[$googlead]]

અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં દુન પબ્લિક સ્કૂલ પાસે ભૂવો પડ્યો છે. આ રોડ પર ભૂવા પાડવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે AMCએ બેરીકેટ લગાવી સંતોષ માન્યો છે. સ્કૂલ પાસે ભૂવો પડતા વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. શાળાએ આવતા બાળકો ભૂવામાં પડશે તો કોઈ મોટી જાનહાની થશે તો કોણ જવાબદાર કોન હશે. AMCએ કામગીરીના નામે બસ બેદરકારી દાખવી હોય તેવું લાગી રહ્યું છે.


[[$alsoread]]

  • Follow us on: